filmov
tv
Amarnath Stuti | Shri Yogeswarji | Ashit & Hema Desai | Vande Sadashivam
Показать описание
અમરનાથ સ્તુતિ
==========
હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં અમરનાથની ગણના થાય છે. લોકવાયકા મુજબ અહીં ભગવાન શિવે પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. એથી આ સ્થાન અમરનાથ તરીકે પ્રસિદ્ધ થયું.
અમરનાથની ગુફા જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ઉત્તર-પૂર્વ દિશામાં આશરે ૧૩૫ કિલોમીટર દૂર આવેલી છે. સમુદ્રતટથી ૧૨,૬૦૦ ફૂટ ઉપર સ્થિત આ પહાડી ગુફાની ઊંચાઈ ૧૧ મીટર, પહોળાઈ ૧૬ મીટર અને અંદર તરફની ઊંડાઈ ૧૯ મીટર છે.
અમરનાથની પ્રમુખ વિશેષતા ગુફામાં આકાર લેતું બરફનું શિવલિંગ છે. અમરનાથ ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. પરંતુ એક સ્થાને આ ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. નવાઈની વાત એ છે કે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ જમા થાય જે હાથ અડતાં ચૂરેચૂરો થઈ જાય જ્યારે આ શિવલિંગ નક્કર બરફનું બને છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીના દરમ્યાન આ શિવલિંગનો આકાર ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. મૂળ અમરનાથના શિવલિંગથી થોડે દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ બને છે.
૧૯૫૧માં સુપ્રસિદ્ધ સંત અને સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ એમના માતાજી જ્યોતિર્મયી સાથે અમરનાથ તીર્થની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રાવણ સુદી પૂનમ એટલે તારીખ ૧૭ ઓગસ્ટ ૧૯પ૧ ના રોજ શિવલિંગના દર્શનથી યાત્રાની ધન્યતાનો અનુભવ કર્યા પછી એમણે ગુફામાં બેસી પોતે રચેલ શિવ મહિમ્ન સ્તોત્ર (ગુજરાતી પદ્યાનુવાદ) અને તાજી રચેલ અમરનાથ સ્તુતિ (શિવસંગીત)નો પાઠ કર્યો હતો.
શ્રી યોગેશ્વરજી દ્વારા ૧૯૫૧માં રચાયેલ આ સ્તુતિ પૂ.મા સર્વેશ્વરીની પ્રેરણાથી સન ૨૦૦૦માં સુવિખ્યાત ગાયક બેલડી આશિત અને હેમા દેસાઈના કંઠે સ્વરબદ્ધ થઈ 'વંદે સદાશિવમ્' આલ્બમમાં સ્થાન પામી. અત્યંત હૃદયસ્પર્શી શબ્દો અને ઉમદા ભાવના સંયોજન સમી આ સ્તુતિ શિવભક્તોમાં અત્યંત લોકપ્રિય બની. શ્રી યોગેશ્વરજીની જન્મ શતાબ્દિ (૧૯૨૧-૨૦૨૧) વર્ષમાં એમની અમર રચનાઓને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે આ સ્તુતિ વિડીયોના સ્વરૂપમાં પ્રસ્તુત કરતાં અમને અનહદ આનંદનો અનુભવ થાય છે.
*
અમરનાથ સ્તુતિ
=========
શબ્દરચના - શ્રી યોગેશ્વરજી
પ્રસ્તુતિ - સ્વર્ગારોહણ
આલ્બમ - વંદે સદાશિવમ્
સ્વર - આશિત અને હેમા દેસાઈ
સંગીત અને સ્વરનિયોજન - આશિત દેસાઈ
કોપીરાઈટ ©૨૦૨૧ સ્વર્ગારોહણ. સર્વ હક સ્વાધીન.
*
Amarnath Stuti
==============
Amarnath is considered one of the holiest shrines of Lord Shiva. According to Hindu religious beliefs, this is the place where Shiva explained the secret of life and eternity to his divine consort, Parvati.
Amarnath is located in Jammu and Kashmir, about 141 km (88 mi) from Srinagar. The cave is situated at an altitude of 3,888 meters. Inside the 40 m (130 ft) high cave, a stalagmite is formed due to the freezing of water drops that fall from the roof of the cave onto the floor and grow upward vertically to form a Shivlinga. Every year, thousands of devotees make an annual pilgrimage to the Amarnath cave crisscrossing challenging mountainous terrain.
Noted Gujarati saint & literate Shri Yogeshwarji visited Amarnath shrine along with his mother Mataji Jyotirmayi in 1951. On August 17th, full moon of Shravana, he offered this beautiful hymn along with his Gujarati translation of Shiv mahimna Stotra.
In 2000, at the behest of Maa Sarveshwari, it was composed by legendary singer duo Ashit & Hema Desai for album 'Vande Sadashivam'. As a part of Yogeshwarji's birth centenary celebration (1921-2021), we are happy to present it in a video format for the benefit of our viewers.
Amarnath Stuti
==============
Lyrics - Shri Yogeshwarji
Album - Vande Sadashivam
Singer - Ashit & Hema Desai
Music - Ashit Desai
Presented by - Swargarohan
Copyright ©2021 Swargarohan. All right reserved.
*
Musicians
Rajesh Deo - Vibrophone
Dhyanesh Deo - Bass
Chintu Singh - Guitar
Deepak Shah - Key Board
Navin Manraja - Percussions
Javed - Dholak
Vijay Dhumal - Tabla
Alap Desai - Tabla
Sandeep Kulkarni - Flute
Umashankar Shukla - Sitar
Shambhaji Dhumal - Shehnai
Babulal Gandharva - Bela Bahar
*
Digitally Recorded and Mastered at
Paramount Studio (Mumbai)
*
Recording Engineer
Anil Kokre
*
Read about Yogeshwarji's Amarnath yatra
*
*
#amarnathstuti #shivstuti #yogeshwarji #swargarohan #ashitdesai #vandesadashivam

Комментарии