Guru Hari na Sange Shri Harikrishna Maharaj Dincharya

preview_player
Показать описание
વનવિચરણ

ઘનશ્યામે સંવત ૧૮૪૯ અષાઢ સુદ ૧૦ના રોજ સવારે સરયુ સ્નાનને નિમિત્તે ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કરીને વનવિચરણ વખતે ઘનશ્યામ નિલકંઠવર્ણી રુપે પ્રસિદ્ધ થયા. નાની ઉંમર અને સુકલકડી શરીર હોવા છતાં નિલકંઠવર્ણીએ આખા ભારતમાં પરિભ્રમણ કર્યુ. જંગલો અને ગિરિકંદરાઓના ખુણે ખુણા ફેંદી વળ્યા. બદરી, કેદાર, પુલહાશ્રમ, જગન્નાથપુરી, સેતુબંધ, રામેશ્વર, ગંગાસાગર, કન્યાકુમારી, શિવકાંચી, વિષ્ણુંકાંચી, મલયાચલ, નાસિક, ત્રંબક, પઢંરપુર વગેરે ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાં ફર્યા. મુમુક્ષુઓને સદ્ધર્મનો ઉપદેશ આપ્યો અને પિબેક વગેરે ધર્મના નામે અધર્મ ચલાવતા અસુરોનો સંહાર કરાવ્યો. વર્ણીએ સતત સાત વર્ષ સુધી વન વિચરણ કર્યું અને ભારતની ધાર્મિક અને સામાજિક સ્થિતિનો સાચો ચિતાર મેળવ્યો.

પોતાનું મન ઠરે તેવું ઠેકાણું અને મહાપુરુષનું શરણુ શોધતાં શોધતાં વર્ણી ગુજરાતના સોરઠ પ્રાંતમાં આવ્યા. ગિરનારની ગરવી ગોદમાં ખોબા જેવડા લોજપુર ગામમાં સદ્ગરુ રામાનંદસ્વામીનો આશ્રમ અને તેમના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે નિર્મળ હૃદયના સાધુઓને જોઈને વર્ણીનું દિલ ઠર્યું. ત્યાં રહ્યા અને રામાનંદ સ્વામીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામાનંદસ્વામી તે સમયે ભુજ હતા તેઓ જ્યારે પીપલાણા આવ્યા ત્યારે વર્ણી ત્યાં ગયા.
Рекомендации по теме